ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ
અધિનિયમ ૧૯૭૨ ની કલમ ૩(૨) વર્ગ-ખ ચુંટાયેલા
સભ્યો ૨ થી ૯ મા નિર્દિષ્ટ કરેલ સંવર્ગોના
નિયમ સભ્યોની ચૂંટણી આગામી તા. ૧૯.૧.૨૦૦૪ ના
રોજ કરવાની હોવાથી સંવર્ગવાર મતદારયાદીઓ
ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિમય ૧૯૭૪ ના પ્રકરણ
૩ ની વિનિમય ૫ ના પિરશિષ્ટના નિયમ-૪ મા
દર્શાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીએ
તેમજ જે તે જિલ્લાના જિલ્લા
શિક્ષણાધિકારીશ્રીની કચેરી જાહેર જનતા (સંબંધકર્તાઓ)
માટે તા. ૧૪.૧૧.૨૦૦૬ થી ૨૪.૧૧.૨૦૦૬ સુધી જોવા
માટે રાખવામાં આવશે. સુધારા-વધારા જિલ્લા
શિક્ષણાધાકારી કચેરીમાં નોંધાવવાના રહેશે અને
જિલ્લા શિક્ષણાધીકારશ્રી આવા સુધારા-વધારાને
ચકાસીને જે તે સંવગ્રની યાદીને આખરી સ્વરુપ
આપશે અને સુચનાનુસાર બોર્ડની કચેરીમાં જમા
કરાવશે, તે મુદત પછી મતદારયાદીઓમાં સુધા-વધારા
માટે કોઈ હક્કદાવો રહેશે નહીં.