top1 top2 top3 top4
Go
top5
top6
HOME ABOUT US GUIDELINES FAQs CONTACT US ACHIEVEMENTS EVENTS EXAMINATION
top7
ANNOUNCEMENT FOR PARENTS / STUDENTS / TEACHERS

ગુજરાતની શાળાઓમાંથી ધો – ૧૨ સાયન્સમાં ટોપ આવેલ વિદ્યાર્થીઓની ‘આદર્શ ઉત્તરવહી’ વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અર્થે બહાર પાડેલ છે.

વેચાણ – બોર્ડ કચેરીમાંથી કરવામાં આવે છે.
વેચાણ કિંમત – રૂ. ૫૦/-. મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી.

ઉમેદવાર એવો દાવો કરે કે કોઈ અમુક વિષયમાં તેને પોતાની ઉત્તરવહી પર ખોટો બેઠક ક્રમાંક લખ્યો છે અથવા તો જે ઉમેદવાર એવો દાવો કરે કે તે અમુક વિષયોમાં બીજા ઉમેદવારની જગ્યા પર બેઠો હોય તો તે રેકર્ડની ખરાઈ માટે અરજી કરી શકાશે.

આવી અરજી ઉમેદવારે તેને જે શાળાએ પરીક્ષા માટે મોકલી આપ્યો હોય તે શાળાના વડા મારફતે અરજીના સમર્થનના તેની સાથેના બધા પુરાવા સાથે, તે જ પરીક્ષામાં ઉપસ્થિત થયો હોય તે પરીક્ષાના પરિણામની જાહેરાતની તારીખથી બે અઠવાડિયાની અંદર મોકલી આપવી પડશે.

કેટલાક લખાણોમાંની વિગતો જાહેર કરવા માટે શિક્ષા.

પરિશિષ્ટ ‘ઘ’માં દર્શાવેલા લખાણોમાંની બધી વિગતોને આ વિનિમયના તે પરિશિષ્ટમાંના દરેક લખાણ સાથે જણાવેલા ગાળા માટે ગુપ્ત ગણવામાં આવશે. જે કોઈ વ્યક્તિ આ વિનિમયના પરિશિષ્ટ ‘ઘ’માં દર્શાવેલા લખાણોમાંની ગુપ્ત માહિતી તે પરિશિષ્ટમાં જણાવેલા ગુપ્તતાના ગાળા દરમિયાન ઈરાદાપૂર્વક મેળવવા માટે અને/અથવા આપવા માટે દોષિત સાબિત થશે તો, તે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-૨૦૦૨ના કલમ ૪૨માં નિયત કરેલી શિક્ષાને પાત્ર થશે.

સરાસરી ગુણ આપવા અંગેની પદ્ધતિ.

પરીક્ષાર્થી પરીક્ષામાં હાજર હોય અને તેની ઉત્તરવહી ના મળે તો સરાસરી ગુણની પદ્ધતિથી ગુણ આપવામાં આવશે.

(૧) ધોરણ ૧૦માં કોઈ પણ વિષયની ઉત્તરવહી ન મળે તો અન્ય વિષયોમાં મેળવેલ માર્કસના સરાસરી ગુણ આપવાના રહેશે.
(૨) ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં પણ કોઈ પણ વિષયની ઉત્તરવહી ન મળે તો અન્ય વિષયોમાં મેળવેલ માર્કસના સરાસરી ગુણ આપવાના રહેશે.
(૩) વિજ્ઞાન પ્રવાહના મુખ્ય વિષયો પૈકી કોઈ પણ વિષયની ઉત્તરવહી ન મળે તો વિજ્ઞાન પ્રવાહના મુખ્ય વિષયોમાં મેળવેલ માર્કસના સરાસરી ગુણ આપવાના રહેશે. વિજ્ઞાન પ્રવાહમાં મુખ્ય વિષયો સિવાયના વિષયો પૈકી કોઈ પણ વિષયની ઉત્તરવહી ન મળે તો મુખ્ય વિષય સિવાયના વિષયોમાં મેળવેલ માર્કસના સરાસરી ગુણ આપવાના રહેશે.
(૪) તમામ વિષયોમાં મુક્તિ હોય અને એક વિષયની પરીક્ષાની ઉત્તરવહી ન મળે કે એક વિષયમાં ઉપસ્થિત થયેલ પૃથક્ક ઉમેદવારના કિસ્સામાં તે વિષયમાં પાસ ગુણ આપવા.
(૫) પ્રાયોગિકમાં સૈદ્ધાંતિકમાં મેળવેલ ગુણને આધારે સરાસરી ગુણ આપવા.

ઉત્તરવહી અને પરીક્ષાના આવેદનપત્રો જે તે વર્ષની પરીક્ષાનું પરિણામ જાહેર થયા પછી ત્રણ મહિના સુધી સાચવવાના રહેશે.

માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ઉત્તીર્ણ થયેલ ઉમેદવાર પ્રાપ્ત સિદ્ધિની સુધારણા કરી શકે છે, જે માટે

(અ) બોર્ડની જાહેર પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ કોઈ પણ ઉમેદવાર ત્યાર પછીના વર્ષની (મુખ્ય) પરીક્ષામાં એક કે વધુ વિષયની પરીક્ષામાં પ્રાપ્ત સિદ્ધિ સુધારણા અર્થે ઉપસ્થિત થઈ શકશે.

(બ) આવી પ્રાપ્ત સિદ્ધિ સુધારણા માટે પરીક્ષા આપતા ઉમેદવારને પ્રાપ્ત સિદ્ધિ સુધારણાની પરીક્ષામાં તેમણે મેળવેલ ગુણાંક ધરાવતું ગુણપત્રક અલગથી આપવામાં આવશે, જેની ઉપર પ્રાપ્ત સિદ્ધિ સુધારણા અર્થે પરીક્ષા તેમ સ્પષ્ટપણે દર્શાવવાનું રહેશે.

ગુજરાત માધ્ય. અને  ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષાના વિનિયમો (સુધારેલા) - ૨૦૦૫ હેઠળ ગુપ્ત ગણવાનાં લખાણોની યાદી તથા મુદત.

ક્રમાંક લખાણ ગુપ્તતાની મુદત
૧. પ્રશ્નપત્ર અને તેનું ભાષાંતર પ્રાશ્નિકો અને ભાષાંતરકારોની મિટિંગની તારીખથી ઉમેદવારોને પ્રશ્નપત્ર આપ્યા પછી અડધા કલાકના સમય સુધી.
૨. ઉપર ૧ માં જણાવેલા પ્રશ્નપત્રના નમૂના જવાબો અને ગુણાંકન યોજના ઉપર ૧ મુજબ
. ઉત્તરવહી ઉમેદવાર ઉત્તરવહી નિરીક્ષકને આપી દે તે સમયથી પરીક્ષાના પરિણામની જાહેરાત પછીના બે માસ સુધી.
. ગુણપત્રકો મૂલ્યાંકનકાર ગુણપત્રકમાં ગુણ ભરે તે તારીખથી પરીક્ષાનું પરિણામ જાહેર થાય ત્યાં સુધી અને/અથવા બોર્ડની કચેરીમાંથી ઉમેદવારોએ મેળવેલા ગુણના પત્રકો શાળાઓને મોકલાય તે તારીખ સુધી બેમાંથી જે તારીખ પાછળ હોય ત્યાં સુધી.
. ગુણપત્રકો સિવાયના પરીક્ષાના ગુણ લખાયા હોય તે બીજા બધાં લખાણો મૂલ્યાંકનની તારીખથી પરિણામ જાહેરાતની તારીખ સુધી.
. છેવટે પરિણામની પુસ્તિકા પુસ્તિકાના છાપકામની શરૂઆતથી પરિણામની જાહેરાતની તારીખ સુધી.
MESSAGES ADMINISTRATOR LESSON PLANS EXAMINATION IMPLEMENTATION STORIES
site developed by Adit Microsys Pvt. Ltd.
spacer