top1 top2 top3 top4
Go
top5
top6
HOME ABOUT US GUIDELINES FAQs CONTACT US ACHIEVEMENTS EVENTS EXAMINATION
top7
GUIDELINES
New Syllabus

Syllabus of Higher Secondary
Standard 8-9-10

Implemented From June - 2004 in Standard - 8,
Implemented From June - 2005 in Standard - 9,
Implemented From June - 2006 in Standard - 10

 

Syllabus of Higher Secondary
Standard 8-9-10

Implemented From June - 2004 in Standard - 8,
Implemented From June - 2005 in Standard - 9,
Implemented From June - 2006 in Standard - 10

GUJARATI (S. L.)

ભૂમિકા

ગુજરાત રાજ્યની રાજભાષા તરીકે અને સમગ્ર પ્રદેશમાં વ્યવહારની ભાષા તરીકે ગુજરાતી પ્રચલિત છે. ભારત એ બહુભાષી દેશ છે. અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લોકો વ્યવસાય અર્થે આવ-જા કરતા હોય છે. બીજા અનેક રાજ્યોમાંથી ગુજરાતમાં આવીને વસનારા લોકોને વ્યવહારની ભાષા તરીકે ગુજરાતીનું શિક્ષણ ઉપલબ્ધ થઈ શકે તેથી ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિનો પરિચય પણ થાય એ આવશ્યક છે. માટે ગુજરાત રાજ્યમાં અન્ય માધ્યમોની શાળાઓમાં પણ ધોરણ-૩ થી ધોરણ-૯ સુધી ગુજરાતી ભાષાના શિક્ષણની વ્યવસ્થા છે. ધોરણ-૧૦, ધોરણ-૧૧ અને ધોરણ-૧૨માં ઐચ્છિક ગુજરાતી વિષયની જોગવાઈ છે. ગુજરાતી બીજી ભાષા શીખનારને સમાજમાંથી ગુજરાતી ભાષાનો સંપર્ક મળે, પરંતુ ગુજરાતી સાહિત્યનો અને ઔપચારિક ગુજરાતીનો પરિચય એમને વર્ગશિક્ષણ અને સમૂહ માધ્યમ દ્વારા (છાપું, રેડિયો વગેરે) જ મળી શકે છે. અન્ય માધ્યમોનાં વિઘાર્થીઓ (અંગ્રેજી બાદ કરતાં) એમની પોતની માતૃભાષામાં કુશળતાપૂર્વક વ્યવહાર કરતાં હોય છે, ત્યારે દ્વિતીય ભાષામાં એમની માતૃભાષાની અસરો જાણે-અજાણે વર્તાય છે. સાથે સાથએ કેટલીક જગ્યાએ ગુજરાતી ભાષા પોતે જટિલ વ્યવસ્થા ધરાવતી હોય ત્યાં પણ ભાષા શીખવાનું અધરું બને છે. આ બાબતોને ધ્યાનમાં લેતાં બિન-ગુજરાતી વિઘાર્થીઓ રસપૂર્વક ગુજરાતી ભાષા સાહિત્યનું અધ્યયન કરે અને ભાષાનાં વિવિધ કૌશલ્યો હાંસલ કરે એવા પ્રકારનો અભ્યાસક્રમ રચવાની જરૂર છે. એકથી વધુ ભાષા શીખનાર વિઘાર્થીની જ્ઞાનની ક્ષિતિજો વિકસે છે. ભાષાવિષયક આગ્રહો અને ગ્રંથિઓ દૂર થાય છે અને એ રીતે આ બહુભાષી દેશમાં બહુભાષા શીખવાથી રાષ્ટ્રીય ભાવનાઓ વધુ પ્રબળ થશે. કારણ કે ભાષા એ સંસ્કૃતિની વાહક છે.

આઠમા ધોરણમાં પ્રવેશ સમયે વિઘાર્થી લગભગ પાંચ વર્ષ સુધી બીજી ભાષા તરીકે ગુજરાતી ભણ્યો હશે, તેથી ત્યાં સુધીમાં તે ગુજરાતીની વિવિધ રચનાઓથી જ્ઞાન થયો હશે. ગુજરાતી શબ્દોનું એટલું જ્ઞાન તેને ચોક્કસ મળ્યું હશે કે જેથી તે પોતાના રોજિંદા જીવન-વ્યવહારમાં મૌખિક ભાષાપ્રયોગથી કામ ચલાવી શકે તેમજ લેખિત ગુજરાતી પણ સમજે અને ગુજરાતીમાં પત્ર વગેરે લખી શકે. ધોરણ-૯ અને ધોરણ-૧૦માં વિઘાર્થીઓના આ જ્ઞાનને વધારે સમૃદ્ધ કરવામાં આવશે.

ભાષા-શિક્ષણના સામાન્ય હેતુઃ

  • ગુજરાતીનું માન્ય ઉચ્ચારણ અને લેખનનું જ્ઞાન પ્રાપ્ત કરે.
  • ગુજરાતી ભાષાના વ્યાવહારિક વ્યાકરણનો પરિચય પ્રાપ્ત કરવો.
  • ગુજરાતી ભાષાનો વ્યવહારમાં ઉપયોગ કરવાની ક્ષમતા વિકસે.
  • સમૂહ માધ્યમોની મદદથી આનંદ અને જ્ઞાન મેળવવાની ક્ષમતા કેળવે.
  • ગુજરાતીમાં વાતચીત કરવાની ક્ષમતા વિકસાવે.
  • માતૃભાષામાંથી ગુજરાતીમાં અને ગુજરાતીમાંથી માતૃભાષામાં અનુવાદની ક્ષમતાનો વિકાસ કરવો.
  • માતૃભાષા અને ગુજરાતીના સમાન જણાતા શબ્દોના અર્થભેદ અને વપરાશભેદ સમજવા.

ભાષા-શિક્ષણના વિશિષ્ટ ઉદ્દેશ્ય :

૧. શ્રવણ-કથન

  • ગુજરાતીના માન્ય ધ્વનિઓનું ઉચ્ચારણ
  • ખાસ કરીને વિવૃત્તિ એ-ઓ-, ળ-૨, સંયુક્તાક્ષર જ્ઞ.
  • વાતચીત દરમ્યાન યોગ્ય લયનો ઉપયોગ કરી શકવો.
  • વ્યાકરણ માન્ય વાક્યો બોલવા.
  • સરળ વિષયોમાં વક્તવ્ય અને ચર્ચામાં ભાગ લઈ શકવો.
  • ગુજરાતીમાં સરળ કવિતાઓ સાંભળી તેમજ કહી શકે.
  • સંવાદો અને નાટકોમાં ભાગ લઈ શકે.
  • રેડિયો-દૂરદર્શન પરના આનંદ અને જ્ઞાનપ્રાપ્તિ માટેના કાર્યક્રમો સાંભળે, સમજે, ચર્ચા કરે.
  • સાંભળેલ બાબતોને અંગે પૂરક પ્રશ્નો પૂછવાની ક્ષમતાનો વિકાસ.
  • વિવિધ પ્રયોજના (પ્રશ્નો, આજ્ઞા વગેરે) માટે ભાષાનો પ્રયોગ કરવાની ક્ષમતાનો વિકાસ.
  • પરિસ્થિતિ, સંદર્ભ, સામાજિક સ્તરના ભેદો મુજબ તે શ્રોતાની મનોદશાને અનુરૂપ વાતચીત કરી શકે.
  • પોતાના અનુભવોને પોતાના શબ્દોમાં કહેવાની ક્ષમતાનો વિકાસ.

૨. વાંચન

  • ચાર્ટ, નકશા, કોષ્ટકો, પાવતી, વાર્તા, નિબંધ, પ્રવાસવર્ણન, જીવનચરિત્ર, પત્ર વાંચી શકે.
  • ગુજરાતી કવિતાઓનું ભાવાનુસાર પઠન અને ગાન કરી શકે.
  • જ્ઞાનવૃદ્ધિ તેમજ મનોરંજન/આનંદ અર્થે સ્તર મુજબ સાહિત્ય વાંચી શકે.

૩. લેખન

  • વિરામચિહ્નોનો ઉપયોગ કરી શકે.
  • વ્યાકરણમાન્ય ભાષાનો ઉપયોગ કરી શકે.
  • સમાચાર, પોસ્ટર વનગેરે લખી શકે.
  • અરજીપત્ર ભરી શકે.
  • પોતાના અનુભવના આધારે સંસ્મરણો, પ્રવાસવર્ણન, વિષય આધારિત લેખન.
  • મુદ્દા પરથી વાર્તા લખી શકે.
  • વર્ણનાત્મક, વિવરણાત્મક નિબંધ લખી શકે.

૪. વ્યાકરણ

  • જોડણી-જોડણીના સામાન્ય નિયમ
  • શબ્દ ધડતર-સંસ્કૃતમાંથી ઉતરી આવેલા તત્સમ્‍ અને ગુજરાતીના અત્યંત પ્રચલિત શબ્દો
  • શબ્દોના અર્થસંબંધી શબ્દભંડોળ (સમાનાર્થી વગેરે)
  • વિભક્તિ પ્રયોગો - નામયોગી અને ક્રિયાપદોને આધારે વિભાગો
  • અન્ય ભાષકોની ગુજરાતીમાં થતી ભૂલ
  • સહાયકારી ક્રિયાપદોની અર્થચ્છાયાઓ
  • લિંગની ભૂલો - નર-નારી-નાન્યતર
  • રૂઢિપ્રયોગો અને કહેવતો

પાઠયપુસ્તક

  • ગદ્ય વિભાગમાં ટૂંકી વાર્તા, નિબંધ, એકાંકી, ચરિત્ર, આત્મકથા વગેરે સ્વરૂપોનો સમાવેશ કરવો.
  • પદ્ય વિભાગમાં લોકભોગ્ય અને પ્રચલિત થયેલાં કાવ્યોનો સમાવેશ કરવો.
  • મુખપાઠ કરવાના કાવ્યોનો નિર્દેશ પાઠયપુસ્તકમાં કરવો.

જીવનના વિવિધ સંદર્ભ

પૌરાણિક વાર્તા તેમજ સાહસકથા, તહેવાર, પર્વ-મેળા, મનોરંજન, ખેલકૂદ, લોકકથા, પશુ-પક્ષી, વનાંચલ, ગ્રામીણ અને શહેરી જીવન, પ્રકૃતિ, પર્યાવરણ સંરક્ષણ, મહાન વિભૂતિઓ, વિભિન્ન ધર્મોના મૂળ સિદ્ધાંતોનો પરિચય તેમજ સર્વધર્મ સમભાવ. દેશની સાંસ્કૃતિક તેમજ સામાજિક સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ, સ્વદેશપ્રેમ, "વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવનાનો વિકાસ, રાષ્ટ્રીય ભાવાત્મક એકતા, નાગરિકોના મૌલિક અધિકાર, માનવાધિકાર, સ્ત્રી-પુરુષ સમાનતા, જોવાલાયક સ્થળ, વિજ્ઞાન (ટી.વી. ટેલિફોન, કોમ્પ્યૂટર વગેરે), કલા, રાષ્ટ્રીય ચિહ્ન, રાષ્ટ્રના પ્રહરી, યાત્રા-વૃત્તાંત વગેરે.

કેન્દ્રિય ધટક અને નાગરિકોનું મૂળ કર્તવ્ય :

રાષ્ટ્રીય પાઠયચર્ચામાં આપેલા ધટકોનો પાઠયસામગ્રીમાં સમાવેશ કરવો જરૂરી છે.

ધટકો આ પ્રમાણે છે :

ભારતના સ્વતંત્રતા આંદોલનનો ઈતિહાસ, સંવૈધાનિક દાયિત્વ, રાષ્ટ્રીય ઓળખની પુષ્ટિ માટે આવશ્યક વિષયવસ્તુ, ભારતનો સાંસ્કૃતિક વારસો, લોકતંત્ર, સમતાવાદ, પંથ નિરપેક્ષતા, સ્ત્રી-પુરુષ સમાનતા, પર્યાવરણનું સંરક્ષણ, પ્રગતિમાં અવરોધક સામાજિક બાબતોને દૂર કરવી, નાના પરિવારને અપનાવવો અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ કરવો. ભારતના સંવિધાનના ભાગ ૪-અ ના અનુચ્છેદ ૫૧ અ માં ઉલ્લેખાયેલા મૌલિક કર્તવ્યોનો કેન્દ્રિય ધટકોમાં સમાવેશ કરવો. આ અનુસાર ભારતના પ્રત્યેક નાગરિકનું આ કર્તવ્ય હશે કે તે સંવિધાનનું પાલન કરે અને તેમાં આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનનો આદર કરે. સ્વતંત્રતા માટે રાષ્ટ્રીય આંદોલનો કરવા પ્રેરણા આપનાર ઉચ્ચ આદર્શોને હૃદયથી યાદ કરે અને તેનું પાલન કરે, તેને અખંડ રાખે. દેશની રક્ષા કરે અને આહ્‍વાન કરવામાં આવે ત્યારે રાષ્ટ્રની સેવા કરે. ભારતના બધા લોકોમાં સમરસતા અને સમાન ભ્રાતૃત્વની ભાવનાનું નિર્માણ કરે. ધર્મ, ભાષા અને પ્રદેશ યા વર્ગ પર આધારિત બધા ભેદભાવોથી અલિપ્ત રહે. એવી પ્રથાઓનો ત્યાર કરે, જે મહિલાઓના સન્માનની વિરુદ્ધ હોય. ભારતની સામાસિક સંસ્કૃતિની ગૌરવશાળી પરંપરાનું મહત્વ સમજે અને તેનું રક્ષણ કરે. પ્રાણીમાત્ર પ્રત્યે દયાભાવ રાખે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ માનવવાદ અને જ્ઞાનાર્જન તેમજ સુધારાની ભાવનાનો વિકાસ કરવો. સાર્વજનિક સંપત્તિનું રક્ષણ કરવું. હિંસાથી દૂર રહેવું. વ્યક્તિગત અને સામાજિક બાબતોનાં બધાં ક્ષેત્રોમાં ઉન્નતિ તરફ જવાનો સતત પ્રયત્ન કરે, જેથી રાષ્ટ્ર સતત પ્રયત્નો કરતાં કરતાં સફળતાને પામે, ધ્યેય પ્રાપ્ત કરે.

મૂલ્યપરક વિષયો

સચ્ચાઈ, સ્વચ્છતા, શિષ્ટાચાર, સેવાભાવના, સહયોગ, ભાવના, મિત્રતાપૂર્ણ, વ્યવહાર, સમયમર્યાદા, સાહસ, નિયમિતતા, ઉદારતા, શ્રમનું મહત્ત્વ, સદાચાર, પ્રેમ, કરુણા, અહિંસા, જવાબદારી, સહનશીલતા, નિષ્ઠા, દેશપ્રેમ, ધર્મનિરપેક્ષતા, કર્તવ્યભાવના, ધૈર્ય વગેરે.

ઉપર્યુક્ત બધા વિષયો પાઠયસામગ્રીમાં વિષયવસ્તુના રૂપમાં મૂકવા, પરંતુ એક જ પુસ્તકમાં બધા વિષય લેવામાં ન આવે તેથી વિઘાર્થીના સ્તર અને ઉંમર પ્રમાણે વર્ગાનુસાર વિષયોની છણાવટ કરવી.

શિક્ષણ યુક્તિઓ

સહાયક શિક્ષણ-સામગ્રીના રૂપમાં ચાર્ટ, ચિત્રો, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રીનો પ્રયોગ કરવો, પરંતુ ગુજરાતી ભણાવતા શિક્ષક આવશ્યકતા પ્રમાણે પોતાની રીતે પણ પ્રયોગ કરી શકે. શૈક્ષણિક સાધનો શિક્ષકના શિક્ષણકાર્યમાં સહાયરૂપ બની શકે, પરંતુ તે ભાષા શિક્ષકના આગવા જીવંત વ્યક્તિત્વનું સ્થાન લઈ શકે નહીં.

આ ઉદ્દેશને પૂર્ણ કરવા સમયે સમયે કાર્યશીલ શિક્ષકો માટે શિક્ષણ શિબિર યોજવામાં આવે.

અંતમાં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે, બીજી ભાષા તરીકે ભણાવતી ગુજરાતી ભાષાનું શિક્ષણ માતૃભાષાના શિક્ષણની તુલનામાં ધીમી ગતિએ થાય. આ ગતિ ધીમે ધીમે વધી શકે. કોઈપમ બીજી ભાષામાં નિપુણતા પ્રાપ્ત કરા - કરાવવા માટે એક જ ઉપાય છે કે એનો અભ્યાસક્રમ વધારે રસપ્રદ રીતે કરાવવામાં આવે. મૌખિક અભિવ્યક્તિ માટે વાર્તાલાપ, રસપ્રદ વાર્તા સાંભળવી-સંભળાવવી, ધટનાવર્ણન, ચિત્રવર્ણન, સંવાદ, વાદ-વિવાદ, કવિતાપઠન અને અત્યાક્ષરી જેવી બાબતોની મદદ લઈ શકાય.

મૂલ્યાંકન અને પરીક્ષા

મૂલ્યાંકન મુખ્યત્વે સ્કૂલ આધારિત હશે. જેમાં સમયાંરે મૂલ્યાંકન કરવામાં આવે. મૂલ્યાંકન નિદાનાત્મક અને ઉપચારાત્મક હશે. વ્યાવહારિક ગુજરાતીના શિક્ષણમાં વિઘાર્થીઓને ચકાસવા સમયે સમયે મૂલ્યાંકન કરવું.

અંક વિભાજન (ગુણ વિભાજન)

મૂલ્યાંકનની દૃષ્ટિએ વ્યાવહારિક ગુજરાતી શિક્ષણના અધ્યયન માટે સ્વીકૃત શિક્ષણ-સામગ્રી માટે ૧૦૦ ગુણ નક્કી કરવામાં આશે. જેનું વિભાજન આ પ્રમાણે થઈ શકે.

(અ) લેખિત - ૮૦% (ગદ્ય-પદ્ય-ભાષાકીય)
(બ) મૌખિક - ૨૦% (ધોરણ : ૮-૯ માટે)

મૌખિક અભિવ્યક્તિનું પરીક્ષણ કરવા માટે વીસ ગુણ નક્કી કરવામાં આવ્યા છે. આ પરીક્ષણ શાળામાં થશે અને શિક્ષક વ્યાપક મૂલ્યાંકનના આધારે ગુણ આપશે. મૌખિક અભિવ્યક્તિની પરીક્ષામાં પ્રત્યેક વિદ્યાર્થીએ પણ થવાનું અનિવાર્ય હશે.

TOP

MESSAGES ADMINISTRATOR LESSON PLANS EXAMINATION IMPLEMENTATION STORIES
site developed by Adit Microsys Pvt. Ltd.
spacer