|
Syllabus of Higher Secondary
Standard - 11 & 12
(General Stream - English Medium)
Implemented From June - 2004 in Standard - 11,
Implemented From June - 2005 in Standard - 12
Gujarati (S.L.) (008)
પ્રાસ્તાવિક
ગુજરાત રાજ્યની રાજભાષા તરીકે અને સમગ્ર પ્રદેશમાં
વ્યવહારની ભાષા તરીકે ગુજરાતી પ્રચલિત છે. ભારત એક
બહુમુખી દેશ છે અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં
લોકો આવ-જા કરતાં હોય છે. વ્યવસાય અર્થે પણ મોટો
જનસમુદાય ગુજરાતમાં આવ-જા કરે છે. બીજા અનેક
રાજ્યોમાંથી ગુજરાતમાં આવી વસતાં લોકોને વ્યવહારની
ભાષા તરીકે ગુજરાતીનું શિક્ષણ ઉપલબ્ધ થઈ શકે અને
ગુજરાતી ભાષા તરીકે ગુજરાતીનું શિક્ષણ ઉપલબ્ધ થઈ
શકે અને ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિનો પરિચય પણ
થાય, એ આવશ્યક જ નહિ, અનિવાર્ય પણ છે. ગુજરાત
રાજ્યે અન્ય માધ્યમોની શાળાઓમાં પણ ગુજરાતી
ભાષા-સાહિત્યના શિક્ષણની ધોરણ ત્રણથી નવ સુધી
જોગવાઈ કરી છે. ધોરણ ૧૦-૧૧-૧૨માં સ્વૈચ્છિક ગુજરાતી
વિષયની જોગવાઈ છે.
ગુજરાતી બીજી ભાષા તરીકે શીખનારાને સમાજમાંથી
ગુજરાતી ભાષાનો સંપર્ક મળે છે પરંતુ ગુજરાતી
સાહિત્યનો, ઔપચારિક ગુજરાતીનો પરિચય એમને
વર્ગશિક્ષણ અને સમૂહ માધ્યમ (રેડિયો, છાપું) દ્વારા
જ મળે છે, ત્યારે દ્વિતીય ભાશામાં એમની માતૃભાષાની
અસરો જાણે-અજાણે વરતાય છે, સાથે સાથે કેટલીક
જગ્યાએ ગુજરાતી ભાષા પોતે જટિલ વ્યવસ્થા ધરાવતી
હોય ત્યાં પણ ભાષા શીખવાનું અધરું બને છે. આ
બાબતોને ધ્યાનમાં લેતાં બિનગુજરાતી વિઘાર્થી
રસપૂર્વક ગુજરાતી ભાષા સાહિત્યનું અધ્યયન કરે અને
ભાષાના વિવિધ કૌશલ્યો હાંસલ કરે એવા પ્રકારનો
અભ્યાસક્રમ રચવાની જરૂર છે, એકથી વધુ ભાષઆ શીખનાર
વિઘાર્થીની જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરે છે, ભાષા
વિષયક આગ્રહો અને ગ્રંથિઓ દૂર થાય છે. એ રીતે આ
બહુભાષી દેશમાં શીખવાથી રાષ્ટ્રીય ભાવનાઓ વધુ
પ્રબળ થશે, કારણ કે ભાષા એ સંસ્કૃતિની વાહક છે.
ભાષાશિક્ષણના
સામાન્ય હેતુઓઃ
૧. ગુજરાતીનું માન્ય ઉચ્ચારણ અને લેખનનું જ્ઞાન
પ્રાપ્ત કરે., ૨. ગુજરાતીના વ્યાવહરાકિ વ્યાકરણનો
પરિચય કેળવવો, ૩. ગુજરાતી ભાષાનો વ્યવહારમાં ઉપયોગ
કરવાની ક્ષમતાનો વિકાસ, ૪. સમૂહ માધ્યમોની મદદથી
આનંદ અને જ્ઞાન મેળવવાની ક્ષમતાનો વિકાસ, ૫.
ગુજરાતી ભાષામાં વાતચીત કરવાની ક્ષમતા વિકસાવે, ૬.
સરળ ગદ્ય-પદ્ય સાહિત્ય વાંચીને આસ્વાદની ક્ષમતા
કેળવે, ૭. માતૃભાષામાંથી ગુજરાતીમાં તેમજ ગુજરાતીમાં
માતૃભાષામાં અનુવાદની ક્ષમતા કેળવે, ૮. માતૃભાષા
અને ગુજરાતી ભાષાના સમાન જણાતા શબ્દોના અર્થભેદ/વપરાશ
ભેદ સમજે, ૯. સર્જનાત્મક પ્રવૃત્તિઓ
દ્વારા વિકાસ સાધે, ૧૦. સાહિત્યનાં વિવિધ સાહિત્ય
સ્વરૂપો, (કવિતા, વાર્તા, નિબંધ, રેખાચિત્ર,
સંસ્મરણ, એકાંકી વ.) કવિ-લેખકોના સાહિત્ય દ્વારા,
સાહિત્યનાં સૌંદર્ય તત્ત્વોનો બોધ કે રસાસ્વાદન કરે.
ભાષા શિક્ષણના
વિશિષ્ટ હેતુ : શ્રવણ અને કથન :
૧. ગુજરાતી માન્ય ધ્વનિઓનું ઉચ્ચારણ વિવૃત એ/ઓ/ક્ષ-જ્ઞ
જેવા સંયુક્તાક્ષરો. ૨. વાતચીત દરમિયાન યોગ્ય
લક્ષણોનો ઉપયોગ શીખે, ૩. વ્યાકરણ માન્ય વાક્યોનો
ઉપયોગ વિઘાર્થી કરે, ૪. સરળ વિષયમાં,
વક્તવ્ય-ચર્ચામાં વિઘાર્થી ભાગ લઈ શકે. ૫. સરળ
કવિતાઓ સમજી શકે, ૬. સંવાદો અને નાટકમાં ભાગ ૭.
રેડિયો, દૂરદર્શન પરના આનંદ અને જ્ઞાન-પ્રાપ્તિ
માટેના કાર્યક્રમો જુઓ, સમજે, ચર્ચા કરે, ૮. જે
સંવાદ કે હકીકતો સાંભળી હોય તે અંગે પૂરક પ્રશ્નો
પૂછવાની ક્ષમતાનો વિકાસ કરે, ૯. વિવિધ પ્રયોજનો (પ્રશ્ન,
આજ્ઞાર્થ, ઉદ્ગાર વગેરે) માટે ભાષાનો ઉપયોગ કરતાં
શીખે, ૧૦. પરિસ્થિતિ, સંદર્ભ, સામાદિક સ્તરના ભેદો
મુજબ ને શ્રોતાની મનોદશાને અનુરૂપ વાતચીત કરી
શકવાની ક્ષમતા કેળવે, ૧૧. અનુભવોને, યથોચિત
શબ્દપ્રયોગ દ્વારા, વ્યક્ત કરવાની ક્ષમતા વિઘાર્થી
કેળવે, ૧૨. કાવ્ય-પાઠ, એના કથયિતવ્યના ભાવ અનુસાર,
આરોહ-અવરોહ, સાથે કરતાં શીખે.
મૌખિક અભિવ્યક્તિ :
ભાષા યથાર્થરૂપે, વાસ્તવિક સ્વરૂપે મૌખિક
અભિવ્યક્તિ દ્વારા પ્રગટ થાય છે. વ્યક્તિના ભાવ,
વિચાક, સંવેદન વગેરેની મોટાભાગની અભિવ્યક્તિ મૌખિક
અભિવ્યક્તિ દ્વારા થાય છે. પારિવારિક કે સામજિક
સ્તરે થતો વાર્તાલાપ સામાજિક-સાંસ્કૃતિક ક્ષેત્રે
થતું વૈચારિક આદાન-પ્રદાન મૌખિક રીતે થાય છે.
મૌખિક અભિવ્યક્તિ વ્યાપક છે એટલું જ નહિ એ એટલી જ
પ્રભાવક પણ છે. આમ મૌખિક અભિવ્યક્તિનું સ્થાન પણ
અભઅયાસક્રમમાં હોવું ધટે.
વાંચન કૌશલ્ય
-
ચાર્ટ, નકશા,
આલેખ, કોષ્ટક, પહોંચ (પાવતી), વાર્તા, નિબંધ,
પ્રવાસવર્ણન, જીવનચરિત્ર પત્ર ઈત્યાદિ વાંચી
શકે.
-
ગુજરાતી કવિતાનું
ભાવવાહી પઠન કરી શકે / ગાન કરી શકે.
-
જ્ઞાન વૃદ્ધિ
તેમજ આનંદ અર્થે કક્ષા પ્રમાણે પુસ્તકો તેમજ
સામયિકો વાંચી શકે, કિશોર સાહિત્યનું વાંચન કરે.
લેખન કૌશલ્ય
ગુજરાતી ભાષાનાં લેખન-કૌશલ્યો શીખે. વર્ણ, અક્ષર,
મરોડ, શબ્દ, જોડણી, વિરામ, ચિહ્નો, શબ્દ-શબ્દ વચ્ચે
જગ્યા, ઉદ્ગાર, પ્રશ્નાર્થ આદિ વાક્યરચનાઓનો
ખ્યાલ રાખે.
સમાચાર, પોસ્ટર, પત્ર ઈત્યાદિ લખી શકે. અરજીપત્ર
તૈયાર કરી શકે. પોતાના અનુભવોના આધાર પર સંસ્મરણો,
પ્રવાસવર્ણન મુદ્દા આધારિત વિવરણાત્મક શૈલીનો
ઉપયોગ કરી નિબંધ લખી શકે.
વિદ્યાર્થી જાતે જ શીખે,
પ્રશ્નો કરે, પૂછે લખે એ અપેક્ષિત છે. વિદ્યાર્થીની
જિજ્ઞાસા માટે, સ્વાધ્યાયના પ્રોત્સાહન માટે તેમજ
પ્રશ્નોના સમાધાન માટે ને એ દ્વારા ક્ષમતા-વિકાસ
માટે ઈલેક્ટ્રોનિક્સ મીડીયા કમ્પ્યૂટર જેવાં નવીન
ઉપકરણોનો ઉપયોગ પણ આવશ્યક છે.
વ્યાકરણ/લેખન
-
જોડણી - જોડણીના
સામાન્ય નિયમો
-
શબ્દ
ઘડતર - સંસ્કૃતમાંથી
તત્સમ - ગુજરાતના પ્રચલિત શબ્દો
-
સમાનાર્થી શબ્દો
-
વાક્ય રચનાઓ (ભેદક)
-
વિભક્તિ પ્રત્યયો/નામયોગી/ક્રિયા
વિશેષણનો કારણે થતાં વાક્યો.
બોલવું - મારાથી બોલાતું નથી. મારી સાથે બોલતો
નથી.
-
સહાયકારી
ક્રિયાપદો
-
લિંગના ભેદ
-
સમાસ/સંધિ છોડો
યા જોડો.
-
શુદ્ધ - અશુદ્ધ
વાક્ય રચનાઓ
-
વિરુદ્ધાર્થી
શબ્દો/રૂઢિ પ્રયોગો/કહેવતો
-
અનુવાદ/જે તે
ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ
-
ભાવવાચક બનાવો/વિશેષણ
બનાવો
-
નિબંધ/સંક્ષેપ/વિચાર
વિસ્તાર
પાઠયપુસ્તક
૪૦ ટકા પાઠયપુસ્તક તેમજ ૬૦ ટકા વ્યાકરણ તથા ભાષા
લેખનના મુદ્દાઓ સમાવવા. પાઠયપુસ્તકમાં પઘમાં ગીત,
સોનેટ, લોકગીત, કથા કાવ્ય, વગેરે સાહિત્ય સ્વરૂપો
તેમજ ગઘમાં નવલિકા, નિબંધ, આત્મકથા કે જીવન
ચરિત્રના અંશનો સમાવેશ કરવો. પત્ર કે અહેવાલનો
નમૂનો આપવો.
જીવનનાં વિવિધ
સ્વરૂપો
સાહસકથાઓ, લોકકથાઓ, પશુ-પંખી, ગ્રામ કે શહેરી
જીવનની વાતો, પ્રકૃતિ, પર્યાવરણ, મહાન વિભૂતિઓ,
રમત-ગમત, ધર્મના મૂળ સિદ્ધાંતો, સર્વધર્મ સમભાવ,
દેશની સાંસ્કૃતિક/સામાજિક સંસ્કૃતિ પ્રત્યે
રાષ્ટ્રીય ભાવાત્મક એકતા, સ્ત્રી પુરુષ સમાનતા,
માનવાધિખાર, સ્વદેશ પ્રેમ, મેળા-તહેવાર,
રાષ્ટ્ર-જીવન, યાત્રા-વૃતાંત વગેરે બાબતોને વિષય
તરીકે પાઠયપુસ્તકની કૃતિઓ પસંદ કરતાં ધ્યાનમાં લેવાં.
મૂલ્યપરક વિષયોઃ
સચ્ચાઈ, સ્વચ્છતા, શિષ્ટાચાર, સેવા-ભાવના, સહયોગ,
મિત્રતાપૂર્ણ વ્યવહાર, સમયપાલન, નિયમિતતા, ઉદારતા,
સાહસ, શ્રમ, સદાચાર, પ્રેમ, કરુણા, અહિંસા,
સહનશીલતા, નિષ્ઠા, દેશપ્રેમ, ધર્મનિરપેક્ષતા,
કર્તવ્યભાવના, ધૈર્ય વગેરે વિઘાર્થીનાં વય અને
કક્ષા અનુસાર, ઉપરોક્ત વિષયોને ધ્યાનમાં લઈને
ગદ્ય-પદ્ય કૃતિઓ પસંદ કરવી જોઈએ.
|