top1 top2 top3 top4
Go
top5
top6
HOME ABOUT US GUIDELINES FAQs CONTACT US ACHIEVEMENTS EVENTS EXAMINATION
top7
EDUCATION CORNER
ICT

Save the Earth : Students challenges the society to remove Plastic Pollution

by Mr. Vinod Solanki
Pu: Swami Gangapuriji Adarsh Vidyalaya, Nugar, Ta: & Dist: Mehsana


આપણે પૃથ્વીને કેવી રીતે બચાવી શકીએ? આ એક એવો જરૂરી પ્રશ્ન છે કે જે આખી દુનિયાને સતાવી રહ્યો છે. જ્યારે પ્રદૂષણે માઝા મૂકી છે ત્યારે પ્રૃથ્વી પર જીવન બચાવવું મુશ્કેલ બની રહ્યું છે. પ્રદૂષણ શબ્દ પોતે જ માનવજાત માટે તંદુરસ્ત જીવન જીવવા માટે નડતરરૂપ બની રહ્યો છે.

save1પર્યાવરણવાદીઓ આ મુશ્કેલીનો હજી સુધી કોઇ ચોક્કસ હલ શોધી નથી શક્યા ત્યારે નુગર ગામની પુજ્ય સ્વામિ ગંગાપૂરીજી આદર્શ વિદ્યાલયના વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો હલ શોધવા માટે આગળ આવે છે.

આ પછાત ગામમાં આવેલી અપંગ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ વર્ગમાં જ્યારે પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણ વિષે તેમના શિક્ષકશ્રી વિનોદભાઈ સોલંકી પાસેથી જાણે છે ત્યારે તેમને પ્લાસ્ટિકનું પ્રદૂષણ સમાજમાં અવરોધરૂપ જણાતા તેઓ આ દૂષણને દૂર કરવાની નેમ સાથે એક ઝૂંબેશ આદરવાની શરૂઆત કરે છે. આ માટે તેઓ ટેક્નોલોજી ને એક નવા માધ્યમ તરીકે આવકારી તેમની ઝૂંબેશને ફળદાયી રૂપ આપવા માટે કમ્પ્યુટરનો રિસર્સ, કોમ્યુનિકેશન તથા પબ્લીશીંગ ટુલ તરીકે ઉપયોગ કરે છે.

શિક્ષકશ્રી વિનોદભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ ધોરણઃ8 તથા ધોરણઃ10 ના વિદ્યાર્થીઓ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગેની ઝૂંબેશમાં જોડાય છે જ્યાં તેમને વિષયાભિમુખ કરી નાના નાના જૂથમાં વિભાજિત કરી કાર્ય કરવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે. દરેક વિદ્યાર્થીઓ પૃથ્વી પર સજીવના અસ્તિત્વના માટે માનવજાતે જાતે જ ઉભા કરેલા જોખમ સામે લડી લેવા તથા આ જોખમને દૂર કરવા માટે મક્કમ હતા.

save2ગામમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણ દૂર કરવા માટે ગામના દરેક વ્યક્તિને ધ્યાનમાં રાખીને, એક જૂથ ગામના જાહેર રસ્તા પરથી દસ દિવસ સુધી પ્લાસ્ટિકનો કચરો વીણી લાવી શાળામાં તેનું વિભાજન કરી વિશ્લેષણ કરે છે ત્યારે બીજૂ જૂથ ગામના દરેક ઘરે મુલાકાત લઇ લોકોને પ્લાસ્ટિકની આડઅસર અંગેની સમજૂતી આપી ઘરમાં થતા પ્લાસ્ટિકના ઉપયોગ અંગેની માહિતી એકઠી કરે છે. તે જ સમયે ત્રીજુ જૂથ જૂથ 1 તથા 2  દ્વારા એકત્રિત માહિતી પરથી આલેખાત્મક રજૂઆત બનાવે છે તથા ઇન્ટરનેટ પરથી પ્લાસ્ટિકના ઉપયોગ તથા પ્રદૂષણ અંગેની માહિતી એકત્રિત કરે છે તથા તે પરથી ગ્રામજનોમાં જાગૃતિ લાવવા માટે પોસ્ટર્સ બનાવે છે. જૂથ 4ના વિદ્યાર્થીઓ એકત્રિત માહિતી પરથી પ્રેઝન્ટેશન બનાવે છે કે જેમાં તેમના તારણો તથા કારણોની સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે ઉપાયો પણ દર્શાવેલા છે. આ પ્રેઝન્ટેશનને બહોળા વર્ગ સુધી પહોંચાડવાની નેમ સાથે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓની સાથે સાથે ગ્રામજનોને પણ તેઓ બતાવે છે કે જેથી પ્લાસ્ટિક પ્રદૂષણની અસરકારકતા દરેક લોકો સુધી પહોંચાડી શકાય. જે હકીકત ઇન્ટરનેટ તથા ડીજીટલ એન્સાયક્લોપેડીયા માંથી તેમણે મેળવી તે તથા ચાર્ટ, જે તેમણે દરેક માહિતી સ્પ્રેડશીટમાં દાખલ કરી તેના પરથી વિશ્લેષણ કરી બનાવેલ તે તેમને તેમના કાર્ય પ્રમાણેનું પ્રેઝન્ટેશન બનાવવા માટે ખુબ જ ઉપયોગી થઇ પડ્યુ. આ દ્વારા તેઓ તેમનો સંદેશ ગ્રામજનો સુધી અસરકારક રીતે પહોંચાડી શક્યા. કમ્પ્યુટર દ્વારા પોસ્ટર્સ તૈયાર કરવા એ તેમના માટે ખુબ જ જવાબદારી વાળું કાર્ય હતું કારણકે આ પોસ્ટર્સ ખૂબ જ લાંબા સમય સુધી દરેક ગ્રામજનોની નજર સામે રહીને તેમને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે પ્રેરણા આપવાના હતા.

આ ઝૂંબેશ દરમિયાન લોકો તરફથી મળતા પ્રતિસાદથી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો થઇ રહ્યો હતો. આથી પ્રેરાઇ વિદ્યાર્થીઓએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો સંપર્ક કરી તેમની પાસેથી તેમના દ્વારા પ્રદૂષણ અંગે લેવાતા પગલાની માહિતી લઇ તેમની પાસેથી પોસ્ટર્સ તથા બેનર્સ એકત્ર કર્યા. આ બેનર્સનું ત્યારબાદ શાળામાં જાહેરજનતા માટે પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું જેમાં ગ્રામજનોએ ઉત્સાહથી ભાગ લીધો. આ પ્રદર્શન દરમિયાન આવતા લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ કેવી રીતે ઘટાડી શકાય તથા તેને કેમ રિ-સાઇકલ કરવું જોઇએ તે વિશે સઘળી માહિતી આપી તેમને પ્લાસ્ટિકનો દુરુપયોગ થતો અટકાવવા માટે સમજાવ્યા. આ સમાજલક્ષી કાર્ય કરી વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે કંઇક નવું કરી દેખાડ્યાનો સંતોષ તેમના મોંઢા પર સ્પષ્ટ રીતે જોઇ શકાતો હતો.

આ કાર્યની સફળતારૂપે ગ્રામજનોએ ગામમાંથી પોલિથીનની બેગનો બહિષ્કાર કરી વિદ્યાર્થીઓ દ્વારા સૂચવવામાં આવેલ ઉપાયનો અમલ કરી પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ગામમાં જે પ્લાસ્ટિકનો કચરો થાય તેને જ્યાં ત્યાં ન ફેંકતા તેને રિ-સાઇકલ કરવાનું નક્કી કરવામાં આવ્યું. પ્રદૂષણની ભયંકર અસરનો ખ્યાલ આવતાં ગામમાં ગંદા કચરાના નિકાલ માટે ખારકુવાની રચના કરવાની પરવાનગી માંગવામાં આવી જેને બહાલી મળી ગઇ. ગામમાં દૂધના વેચાણ માટે પ્લાસ્ટિકની જગ્યાએ કાચની સોફ્ટડ્રિંકની બોટલનો ઉપયોગ કરવાની શરૂઆત કરવામાં આવ્યો.

વિદ્યાર્થીઓ તથા શિક્ષકશ્રી વિનોદભાઇ સોલંકીને હવે લાગી રહ્યું હતું કે જો સમાજને જો આ પ્રમાણે જાગૃત કરવામાં આવે તો ગુજરાતને પ્લાસ્ટિક પ્રદૂષણના ભરડામાંથી બહાર લાવવું મુશ્કેલ નથી પરંતુ તે માટે જરૂર છે સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાની કે જેના માટે ઇન્ટરનેટ, પ્રેઝન્ટેશન તથા પોસ્ટર્સના માધ્યમનું સંયોગીકરણ ખુબ જ ઉપયોગી પૂરવાર થઇ આ પ્રોજેક્ટને બેશક સફળ બનાવી શકે છે.

 

MESSAGES ADMINISTRATOR LESSON PLANS EXAMINATION IMPLEMENTATION STORIES
site developed by Adit Microsys Pvt. Ltd.
spacer